Posted on

આપણે અને ઈન્ટરનેટ


આપણે અને ઈન્ટરનેટ



કોમ્પ્યુટર અને ટેકનોલોજી નો અનોખો ખેલ છે 

સંબંધો ના પાયા માં અહી FACEBOOK,TWITTER ને  GMAIL છે ,

માનવી અને કોમ્પ્યુટર વચ્ચે હરપળ અહી RACE  છે

ક્યારેક માનવી તો ક્યારેક કોમ્પ્યુટર CRASH  છે,

સંબંધો ની માયાજાળ અહી ઓનલાઈન થાય છે

ટેકનોલોજી ની આંખે લાગણીઓ ક્યાં જોવાય છે,

ઈન્ટરનેટ ની દુનિયા માં ગૂંચવાતા માણસ ને નીરખતો રહું છું

વિચારું છું ‘નિકુંજ’ શું હું ઇલેક્ટ્રોનીક દુનિયા માં રહું છું?

RELATIONSHIP  STAUS અહિયા દરરોજ અપડેટ થઇ રહ્યા છે

પ્રેમપત્રો અને મુલાકાતો આઉટડેટ થઇ ગયા છે,

‘નિકુંજ’ આ બધું જોઈને બસ એટલું જ કહું છું,

આ જમના માં પણ આ વાંચી રહ્યા છો એ જોઈને ખુશ રહું છું.


-નિકુંજ ઠક્કર