Posted on

જયારે વિચારું છું તારા વિશે


જયારે વિચારું છું તારા વિશે


જયારે વિચારું છું તારા વિશે લાગે છે કૈક ખૂટે છે,
સ્વપ્ન મારું હમેશ ખરા સમયે જ તૂટે છે,

હું તો લુટાવી દેવા જ સઘળું એકત્ર કરતો રહ્યો પણ,
કોઈક મારું થઈને મને જ લુંટે છે,



કુદરતે તો લુંટાવીતી સરખી સુંદરતા બધા ફૂલો માં,

પણ માલી તો હમેશા તાજું જ ફૂલ ચૂંટે છે,
હું સમજી ના શક્યો આ સીમાડાઓ ને,
ક્યાંક અંદર થી જ એવી ભાવના ખૂંચે છે,



એક પાંદડું ખર્યું, એક ફૂલ કરમાયું ,અને આથમ્યો સુરજ,

થોડા જ સમય માં નવો પ્રકાશ, નવી કુંપળ અને નવું જ અંકુર ફૂંટે છે,
પણ જયારે વાત આવે છે દિલ ની,
ના જાણે આ નિયમ કેમ તૂટે છે?



- નિકુંજ ઠક્કર