Posted on
જો બકા! તકલીફ તો રહેવાની
જો બકા! તકલીફ તો રહેવાની
જયારે જયારે એમ થાય કે બસ હદ્દ થઇ હવે સહેવાની,
દિલ મારું બોલી ઉઠે 'જો બકા! તકલીફ તો રહેવાની',
દરરોજ નીકળે એ સામેથી, જુએ એ ત્રાંસી આંખે થી,
હું સાલું વિચાર્યા કરું, પણ હિંમત ના થાય કહેવાની,
અને દિલ મારું બોલી ઉઠે 'જો બકા! તકલીફ તો રહેવાની',
સોમવાર ની સવારે જ ચપ્પલ ની પટ્ટી તૂટે,
એ ચક્કર માં 8.40 ની લોકલ છુટે,
ઈચ્છા થાય મોડા આવેલા દૂધ વાળા ને ગાળો દેવાની,

ઘસી નાખી જાત ને ભરવા ખિસ્સા માં થોડા કાગળ ના ટુકડા,
રોજ ગણું છું કેટલા ગયા અને કેટલા રહ્યા મિત્રો ઢુંકડા,
થાય છે ઈચ્છા હવે એ મિત્રો ને ફરી બાથ માં ભરી લેવાની,

ક્યારેક સંબંધો તો ક્યારેક ચોપડીઓ ના ભાર તણે દબાયો,
માથા પર એક છાપરું બાંધવા, જીંદગીભર માટે બંધાયો,
થાય છે ઈચ્છા ફરી જાત ને આઝાદ કરી દેવાની,

ફરી આપણે બંને પરોવાઈ જઈશું એજ જિંદગી ની ભાગદોડ માં,
ના હું બદલવાનો, ના તમને કંઈ અસર થવાની,
પંક્તિઓ આ બસ એક કાગળ ના ટુકડા માં કેદ થઇ રહી જવાની,
અને આપણે બંને રોજ કહીશું, 'જો બકા! તકલીફ તો રહેવાની'
~નિકુંજ ઠક્કર